વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં વીજશોક લાગ્યા બાદ પાણીમાં ડૂબી યુવકનું મોત

Machhu news morbi

 

વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં વીજશોક લાગ્યા બાદ પાણીમાં ડૂબી યુવકનું મોત


હેલોજન લાઈટના છેડા આપતી વખતે વીજશોક લાગતાં યુવક પાણી ભરેલી ઊંડી ખાણમાં ફેંકાઈ ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલી બેલાની ખાણમાં કામ દરમિયાન વીજશોક લાગ્યા બાદ પાણી ભરેલી ખાણમાં પડી જવાથી મૂળ ઉત્તરપ્રદેશના શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભીમગુડા ગામની સીમમાં રામભાઈની બેલાની ખાણમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના સુનિલકુમાર જગતનારાયણ બિંદ ઉંમર વર્ષ 47 ગઈકાલે હેલોજન લાઈટના છેડા આપી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજશોક લાગતાં તેઓ ફેંકાઈને ખાણમાં આવેલી ઊંડી અને પાણી ભરેલી ખાડમાં પડી ગયા હતા.

પાણીમાં ડૂબી જવાથી સુનિલકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


 




Our website uses cookies to enhance your experience. Learn More
Accept !