*વાંકાનેર : ઢુવા ગામે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન*
*વાંકાનેર : ઢુવા ગામે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન*
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વર્ષો જૂની પરંપરા જાળવી રાખી આ વર્ષે પણ હિન્દુ સમગ્ર સમાજ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઢુવા ગામે વર્ષોથી હિન્દુ સમાજ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામની શેરીએ-ગલીએ **“નંદ ઘેર આનંદ ભયો”**ના જયઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રીકૃષ્ણ ભગવાનની ભવ્ય રથયાત્રા ઢુવા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. રથયાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા હિન્દુ સમાજના લોકો જોડાશે.આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બાળ સ્વરૂપે શ્રીકૃષ્ણ અને બળદેવ બનનાર બાળકો રહેશે. ઢુવા ગામના સિંધવ પરિવારના બે બાળકો ભગવાન શ્રીકૃષ્ણ અને બળદેવના બાળ સ્વરૂપમાં રથયાત્રામાં જોડાશે.
શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપે સિંધવ આદિત્યરાજ રવિરાજસિંહ તથા બળદેવના બાળ સ્વરૂપે સિંધવ કૃષ્ણરાજ સહદેવસિંહ રથયાત્રામાં શોભા વધારશે.
ઢુવા ગામે યોજાનારી આ ભવ્ય રથયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો તથા ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા હિન્દુ સમગ્ર સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.
“જય શ્રીકૃષ્ણ” 🙏🦚
“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી”
*ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મૉરબી ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાંચિયા પત્રકાર ઢુવા*



