સમગ્ર ગુજરાતમાં વસતા શાંતિપ્રિય મોમીન સમાજના ધર્મગુરુ ખાનકાહે મોમીનશાહ બાવા (રહે.) ના સજ્જાદાનશીન (ગાદીપતિ) અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવાસાહેબના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર...

Machhu news morbi

 સમગ્ર ગુજરાતમાં વસતા શાંતિપ્રિય મોમીન સમાજના ધર્મગુરુ ખાનકાહે મોમીનશાહ બાવા (રહે.) ના સજ્જાદાનશીન (ગાદીપતિ) અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવાસાહેબના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર...

વાંકાનેર ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં મોમીન સમાજના યુવાનોએ ભારે ઉત્સાહ દાખવીને 537 બોટલ રક્ત એકત્ર કરી સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે....

ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં રવિવારે સાંજથી શરૂ થયેલા આ કેમ્પમાં રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે કેમ્પ મોડી રાત સુધી શરૂ રહ્યો હતો. આ કેમ્પમાં મોમીન સમાજની જ ડોક્ટર્સ ટીમ અને નર્સિંગ સ્ટાફે હાજર રહીને પોતાની નિઃશુલ્ક સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં ડો. સૈયદ અલીનવાજ બાવાસાહેબ તથા ડો. સાદીયાપરવીન વી. સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 સાથે સાથે અન્ય અનેક લોકઉપયોગી અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં બીમાર દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, વોકર, ટોયલેટ ચેર, તેમજ બાળકો અને મોટાઓ માટે નેબ્યુલાઈઝર સહિતના સાધનો નિઃશુલ્ક ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તેમજ પર્યાવરણ જાળવણીના ભાગરૂપે ૫૦૦ ફૂલછોડના રોપાઓ, ૫૦૦ ચકલીઘર અને પક્ષીઓ માટે માટીના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તમામ કાર્યક્રમોને સફળ બનાવવા મોમીન સમાજના યુવાનો અને મારવેલ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી...




Our website uses cookies to enhance your experience. Learn More
Accept !