આલે..લે મોરબી મહાનગરપાલિકામા તું જા મેં લગા દુંગા અંગુઠાનુ હાજરી કૌભાંડ

Machhu news morbi

 આલે.લે મોરબી મહાનગરપાલિકામા તું જા મેં લગા દુંગા અંગુઠાનુ હાજરી કૌભાંડ



મોરબી મહાનગરપાલિકાની કચેરીમાં ડુપ્લીકેટ અંગુઠા લગાવીને કરાતા કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ ? મામલો પોલીસ મથકે પહોંચતા ખળભળાટ


છેલ્લા કેટલા વર્ષો થી આરીતે હજારી કૌભાંડ ચાલતું હતું?

હાજરી કૌભાંડ માં કોણ કોણ સામેલ છે?


મોરબી પાલિકાના વર્કશોપ વિભાગના 8 કર્મચારીઓ સામે ફરિયાદ


રાજકોટ અંબિકા ટાઉનશિપમાં રહેતા ફરિયાદી દીપભાઈ સુરેશભાઈ ફળદુએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક રોજમદાર કર્મચારીઓએ અન્ય ગેરહાજર કર્મચારીઓની હાજરી પંચિંગ મશીનમાં પોતાની આંગળી અને અંગૂઠા લગાવી ખોટી હાજરી પૂરી હતી.


આ મામલે આરોપી તરીકે મંદીપ ચાવડા, વિમલભાઈ બાવળીયા, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા, રોહિતભાઈ ધિરૂભાઈ, લલીતભાઈ ચાવડા, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડિ અને રાજેશભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે.


ફરિયાદ મુજબ આરોપીઓએ કુલ 13 રોજમદાર કર્મચારીઓના રૂ. 9,755ના પગાર અંગે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !