વિરમગામ નજીક માંડલ-દસાડા હાઈવે પર રેત ભરેલી ટ્રક પલટી
વિરમગામ નજીક માંડલ ત્રણ રસ્તાથી નજીક દસાડા હાઈવે ઉપર બુધવારે વહેલી સવારે અશોક લેલેન્ડ કંપનીની રેત ભરેલી ટ્રક અચાનક અગમ્ય કારણોસર પલટી મારી ગઈ હતી. ઘટનાના પગલે હાઈવે ઉપર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
મળતી માહિતી મુજબ ટ્રકમાં રેત ભરીને લઈ જવાઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની બાજુએ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા ટ્રકમાં ભરેલી રેત રસ્તા ઉપર ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી.
અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ હાઈવે ઉપર ટ્રાફિકની અવરજવર સરળ રહે તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી.


