સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી નામચીન પ્રોહી બુટલેગરનો ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ

Machhu news morbi

 સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી નામચીન પ્રોહી બુટલેગરનો ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ


આગામી તારીખ ૧૦-૧૧/૦૫/૨૦૨૬ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના જામનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય (IPS) દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન 

ઇન્ટેલિજન્સ દ્વારા કાર્યરત હતી.

​ઘટનાની વિગત: રાજકોટ રેન્જની ટીમના એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે 'સુથાર શેરી'માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ઈમરાન ઉર્ફે મસાલ હબીબશા તથા તેના ભાઈ શાહરૂખશા હબીબશા દ્વારા રાખવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

​ઝડપાયેલ મુદ્દામાલ:

​વિદેશી દારૂની બોટલો: ૭૧૬૩ નંગ

​બિયરના ટીન: ૧૦૮૦ નંગ

​કુલ કિંમત: ₹ ૨૬,૭૫,૨૯૧/-

​અન્ય મુદ્દામાલ: મોબાઈલ ફોન (કિં. ₹ ૩૦,૦૦૦/-) અને તાડપત્રી સહિત કુલ ₹ ૨૭,૧૦,૭૯૧/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

​કાર્યવાહી: આ ગુનામાં સંડોવાયેલા ઈમરાન ઉર્ફે મસાલ, શાહરૂખશા તેમજ મદદગારી કરનાર મોઈન મુસ્તુફા અને હીરાભાઈ ભરવાડ વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય શખ્સોને પકડવા માટે પણ કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

​ટીમની કામગીરી: આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ, પીએસઆઈ શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાટેલીયા તેમજ એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય પોલીસ જવાનો દ્વારા કરવામાં આવી છે.

************************************************************************************

વાંકાનેર માં આવેલ નંબર વન પ્રખ્યાત સ્કૂલ શારદા વિદ્યાલય નું આ વર્ષે પણ પ્રખ્યાત રીઝલ્ટ લાવીને સ્કૂલ નું અને વાંકાનેર નું ગૌરવ વધાર્યો. 👇🌹👇💐👇🌹👇💐




ન્યુઝ અહેવાલ સુરેન્દ્રનગર જીલ્લા બ્યૂરોચિફ રમેશભાઈ મુંધવા 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !