વાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં ભરવાડ સમાજ ના એક યુવાનની કરુણ હત્યા.
યુવાનની ઘાતકી હત્યાથી ચકચાર, વાંકાનેર પોલીસે ૧૦ શખ્સો ડાંગર , હુંબલ, ચાવડા આહિર સમાજ ના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો.
વાંકાનેર, તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬:
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતને લઈને થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લોહિયાળ જંગ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવમાં એક યુવાનની ઘાતકી હત્યા થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૦ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીઓના નામ
નકુલ ધનશ્યામભાઈ હુંબલ – રહે. વસુંધરા
વિશાલ વશરામભાઈ ચાવડા – રહે. વસુંધરા
પરેશ નાગદાનભાઈ ડાંગર – રહે. વસુંધરા
લાલો ડાંગર – રહે. ઝાલસિકા
મુકેશ ડાંગર – રહે. ઝાલસિકા
માંડણ ડાંગર – રહે. ઝાલસિકા
પ્રભાત ડાંગર – રહે. ઝાલસિકા
એબલ ધીરુભાઈ ડાંગર – રહે. ઝાલસિકા
નિર્મળ આહીર – ધીરુભાઈનો ભાણેજ, રહે. ઝાલસિકા
લાલ ટી-શર્ટ પહેરેલ દાઢીવાળો અજાણ્યો માણસ, તેમજ તપાસમાં ખુલેલા અન્ય શખ્સો.
પોલીસ કાર્યવાહી
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 103(1), 118(1), 189(2), 191(2), 191(3), 190, 332(a), 352 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ દ્વારા સમગ્ર હત્યા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઘટનાની પૃષ્ઠભૂમિ, જૂની અદાવતનું કારણ તથા બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


