સિંહ સાથે જીવસટોસટની બાજી જીતનાર કાળુભાઈ ગમારાનું ગાંધીનગર ખાતે સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વનમંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સન્માન, રૂ. ૨ લાખનું પુરસ્કાર અર્પણ
ગાંધીનગર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬:
પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામના વતની શ્રી કાળુભાઈ ગમારાએ થોડા દિવસો અગાઉ સિંહ સાથે જીવસટોસટની બાજી વચ્ચે પોતાની બહાદુરી, સાહસ અને કોઠાસૂઝનો પરિચય આપ્યો હતો. તેમના આ સાહસની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવામાં આવી હતી.
સિંહ સામેની વિકટ પરિસ્થિતિમાં હિંમત અને સમજદારીપૂર્વક સામનો કરનાર કાળુભાઈ ગમારાએ પોતાના સાહસથી માત્ર પોતાના ગામ અને પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ભરવાડ સમાજનું ગૌરવ વધાર્યું છે.
આજે ગાંધીનગર મુકામે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના વનમંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા દ્વારા શ્રી કાળુભાઈ ગમારાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની બહાદુરીને બિરદાવતા તેમને રૂ. ૨ લાખનું પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યું હતું.
કાળુભાઈ ગમારાના આ સાહસને લઈને ભરવાડ સમાજ સહિત સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તેમની હિંમત, સાહસ અને સમયસૂચક બુદ્ધિ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

