ભુપત આંબરડી ગામે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખના પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત
જામજોધપુર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે આહિર સમાજ માટે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામજોધપુર-લાલપુર ૮૦ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી હિંમતભાઈ ખવા, બમથીયા ગામના સરપંચ શ્રી રામજીભાઈ, ગ્રામજનો તેમજ આહિર સમાજના આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિકાસકાર્ય થકી આહિર સમાજ સહિત ગ્રામજનોને આવનારા સમયમાં વધુ સારી સુવિધા મળી રહે તેવો હેતુ છે. ગામના વિકાસ સાથે પ્રજાની સુવિધાઓમાં સતત વધારો થાય તે માટે ધારાસભ્યશ્રી દ્વારા વિકાસલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
ગામના વિકાસના દરેક કાર્યોમાં સમસ્ત ગ્રામજનો અને આગેવાનોનો સહયોગ મળી રહે અને સૌના સહકારથી ગામ વધુ વિકાસના પંથે આગળ વધે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.
ન્યૂઝ અહેવાલ : મચ્છુ ન્યૂઝ મોરબી
જામજોધપુર – મનોજભાઈ ટોયટા
