Machhu news morbi ગુજરાત ન્યુઝ આવકવેરા નિયમ 2023 " શું નવા સ્લેબ તમને રૂ. 7 લાખ સુધીની આવક પરના ઝીરો ટેક્સ અંગે મૂંઝવણમાં મૂકે છે? આ ટેક્સ કોમ્પ્યુટેશન તપાસો..
Machhu news morbi ગુજરાત ન્યુઝ બાળ લગ્ન કરાવવા કે કરાવનાર 1800 લોકોની ધરપકડ, આસામના સીએમની જાહેરાત બાદ ઝડપી કાર્યવાહી.
Machhu news morbi વાંકાનેર ન્યૂઝ વાંકાનેર : વાાંકાનેર વિસ્તારમાં 17 વિજ ચેકીંગ ટીમો ત્રાટકી, કુલ 21.65 લાખની વિજચોરી ઝડપાઇ….
Machhu news morbi ભાયાવદર ન્યૂઝ આજરોજ ૫/૧૦/૨૦૨૨ ના ક ૦૯/૦૦ વાગ્યા થી ૧૨/૩૦ સુધી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોટીપાનેલી તથા કલાક ૧૬/૦૦ થી ૧૮/૧૫ સુધી ભાયાવદર ટાઉન માં CRPF તથા પોલીસ દ્વારા ફૂટ ફલેગ માર્ચ - ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું.
Machhu news morbi મૉરબી ન્યૂઝ વર્લ્ડ રેકોર્ડ : ભરવાડ સમાજ ગુરૂગાદી ઝાઝાવડા દેવ થરા ગ્વાલિનાથ માહદેવ ના સાનિધ્યમાં અનેરા સમૂહ લગ્નમાં 3001 દંપતિ પ્રભુતામાં પગલાં પાડશે.
Machhu news morbi ગુજરાત ન્યુઝ આનાથી મોટી કરૂણતા બીજી કેવી હોય સાહેબ, જનેતા ને તો ખબર પણ નથી કે એનો દીકરો મરી ગયો...
Machhu news morbi ગુજરાત ન્યુઝ મતદાર યાદીના ડેટાના પ્રમાણિકરણ માટે ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંકિંગની કામગીરી શરૂ.
Machhu news morbi ગુજરાત ન્યુઝ ભારતીય મૂળની મનપ્રીત મોનિકાએ ઇતિહાસ રચ્યો, અમેરિકાની પ્રથમ મહિલા શીખ ન્યાયાધીશ તરીકે શપથ લીધા.ફેસબુક પોસ્ટના રૂપે મનપ્રીતએ આ ગર્વની વાતને શેર કરતાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતોદુનિયામાં આજે ભારતીય લોકો ઘણા મહત્વની પદ પર બિરાજમાન છે. તેઓ પોતાની આવડત અને મહેનતના જોરે ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કરે છે. આવી જ એક ગર્વની બાબત અમેરિકામાં બની છે. જ્યાં ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહએ અમેરિકાના હૈરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં જજના રૂપે શપથ લીધા છે, જેની સાથે જ તેમણે ઇતિહાસ રચતા અમેરિકાની પહેલી શિખ જજ બની ગઇ છે.ફેસબુક પોસ્ટના રૂપે મનપ્રીતએ આ ગર્વની વાતને શેર કરતાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. જયારે શપથ સમારોહની અધ્યક્ષતા કરી રહેલા જજએ આ બાબતને સમાજમાં મહિલાઓ માટે ઉદાહરણરૂપ ગણાવી હતી. મળેલી માહિતી અનુસાર, મનપ્રીત મોનિકા છેલ્લા 20 વર્ષોથી એક ખ્યાતનામ પકીલ છે, જેની સાથે તેણી સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર કેટલાય નાગરિક સંગઠનોમાં સામેલ છે.મનપ્રીત મોનિકાએ શપથ ગ્રહણ સમારોહમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મારા માટે ખૂબ મહત્વનું છે, કારણકે હું એચ-ટાઉન(હ્યુસ્ટનનું ઉપનામ)નું પ્રતિનિધિત્વ કરૂ છું. હું આ પદ માટે ખૂબ ખુશ છું. આની સાથે જ તેમણે આ ઘટનાને બાળકો માટે ખૂબ મહત્વની ગણી છે, કારણકે તેઓ ભણી રહ્યા છે. બાળકોને પણ જોઇને ખબર પડે કે, આ પદ પર પહોંચી શકાય છે, જ્યાં પહેલા આપણું સ્થાન નહોતું.મનપ્રીત મોનિકાનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયોભારતીય મૂળની મોનિકા સિંહનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયો અને હાલમાં તેઓ પોતાના પતિ અને બે બાળકો સાથે બેલેયરમાં રહે છે. મનપ્રીતના પિતા વર્ષ 1970ના જમાનાની શરૂઆતમાં જ અમેરિકા ચાલ્યા ગયા હતા.શિખ સમુદાય માટે આજે ગર્વનો દિવસ: જજ રવિ સૈંડિલશપથ ગ્રહણ સમારોહમાં જજ રવિ સૈંડિલ(રાજ્યના પહેલા દક્ષિણ એશિયાઇ જજ)ને કાર્યક્રમની અધ્યક્ષતા કરતા કહ્યું કે, આ શિખ સમુદાય માટે વાસ્તવમાં જ એક મોટી ક્ષણ છે. જ્યારે તેઓ કોઇ રંગના બીજી વ્યક્તિને જુએ છે, તો તેઓ જાણે છે કે, તેમના માટે પણ આ સંભવ છે. મનપ્રીત ના કેવળ શિખો માટે એક રાજદૂત છે, પરંતુ તેઓ બધા રંગની મહિલાઓ માટે એક રાજદૂત છે.
Machhu news morbi મૉરબી ન્યૂઝ સલામતી માં સમજૂતી વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે”માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન.
Machhu news morbi ગુજરાત ન્યુઝ હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. મુખ્યપ્રધાન કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે +91 7030930344 નંબર જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે.
Machhu news morbi ગુજરાત ન્યુઝ હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યમાં પોલીસ એક્શનમાં: અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ.
Machhu news morbi ગુજરાત ન્યુઝ ગુજરાત મા હવે પ્રદર્શનકારીઓ ની ખેર નહી વિધાનસભામા કોડ ઓફ ક્રિમીનલ પોસિજર બીલને મડી રાષ્ટ્રપતિ ની મળી મંજુરી.