આજથી ચાર દિવસ બેંકો રહેશે બંધ, જાણો શું છે કારણ‌ જુવૉ.

Machhu news morbi
સમગ્ર દેશમાં આજથી લગાતાર ચાર દિવસ એટલે કે તા. 28 થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેશે, જેમાં બેંક કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે તા. 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ પર ઉતરવાના હોય તેમજ તા. 28 જાન્યુઆરીએ(આજે) મહિનાનો ચોથો શનિવાર અને 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. તેનાથી લોકો પૈસાની લેવડ-દેવડ કરી શકશે…
હડતાળ અંગે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કહ્યું કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા તા. 30 અને 31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી બે દિવસીય હડતાળ તેમની શાખામાં કામદારોને અસર કરી શકે છે. બેંક કર્મચારીઓની આ હડતાળમાં દેશભરમાંથી બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના છે.હડતાલ દેશ વ્યાપી રહેશે. SBIએ કહ્યું કે અમને ભારતીય બેંક એસોસિએશન (IBA) દ્વારા જાણ કરવામાં આવી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ UFBU સાથે સંકળાયેલા સંગઠનો એટલે કે AIBEA, AIBOC, NCBE, AIBOA વગેરેને હડતાલની નોટિસ જારી કરી છે. બેંક કર્મચારીઓએ તેમની માંગણીઓ પુરી કરવાની માંગ સાથે 30 અને 31 જાન્યુઆરી 2023 ના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે બેંક કર્મચારીઓની 5 માંગણીઓ છે. પ્રથમ બેંકિંગ વર્કિંગ કલ્ચરમાં સુધારો, બેંકિંગ પેન્શન અપડેટ કરો, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નાબૂદ કરો, પગારમાં સુધારો કરો અને તમામ કેડરમાં ભરતી કરવાની માંગ સાથે બે દિવસ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરવાના છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !