આજ રૉજ વાંકાનેર તાલુકાના તમામ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વાંકાનેર તાલુકા મામલતદાર સાહેબ શ્રી ને અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન માં આજે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
વિષય :- તારીખ ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ અરણીટીંબા ગ્રામ
બનેલ ઘટના બાબત જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબ શ્રી ને જણાવવાનુ કે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગ્રામ પંચાયત કચરી ખાતે તલાટી કમ- મંત્રી શ્રી એ.એમ.કાદરી તલાટી કમ- મંત્રી તરીકે ફરજ બજાવે છે.
આમ અરણીટીંબા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટીકમ-મંત્રીશ્રી એ.એમ.કાદરી તા. ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ અરણીટીંબા ગ્રામ પંચાયત કચેરીએ ફરજ પર હાજર હોય. તે દરમ્યાન અરણીટીંબા ગામના અરજદારશ્રી નઇમ મુસા દ્રારા જન્મની નોંધણી થયેલ નથી તે ફોર્મ નં. ૧૦ અપ્રાપ્ય પ્રમાણપત્રક કાઢી આપવા મૌખીક માંગણી કરેલ હતી, આ અન્વયે જન્મ રજીસ્ટરમાં તપાસ કરતા સને-૧૯૭૫ના રજીસ્ટરમાં અનુક્રમ નંબર-૩૮માં નઇમ મહમદ અભરામ હજામના નામથી જન્મની નોંધ થયેલ છે. આ બાબતે અરજદારશ્રીને સમજાવેલ કે તમારી જન્મની નોંધ જન્મ રજીસ્ટરમાં નઇમ મહમદ અભરામ હજામના નામે થયેલ છે માટે ફોર્મનં.૧૦ અપ્રાપ્ય પ્રમાણપત્ર નઇમ મુસા અભરામના નામે નીકળે નહી તેમ કહેતા
અરજદારશ્રી ઉશ્કેરાઇ ગયેલ અને કેમ ન નીકળે તેમ કહી બોલાચાલી કરેલ. અમે. તલાટી-કમ-મંત્રીને આ પ્રમાણપત્ર કાઢી આપવા માટે માનસીક પ્રેશર કરેલ તથા ઉશ્કેરણી જનક શબ્દો કહેલ. ત્યારબાદ અરજદારએ તેના કુટુબના ૧૨ થી ૧૫ વ્યકતીઓને બોલાવી તલાટી કમ મંત્રીશ્રી સાથે દુવ્યવહાર કરી તેમની ફરજ માં રુકાવટ કરેલ છે. અને આ પ્રમાણપત્ર કાઢી આપવા બાબતે માનસીક પ્રેશર કરેલ અને ગ્રામ પંચાયત કચેરીમાં વિડીઓ ઉતારીને સોશીયલ મિડીયામા વાયરલ કરી ખોટી રીતે બદનામ કરેલ છે. જે બાબતે અમો તમામ તલાટી-કમ-મંત્રીશ્રીઓની લાગણીને ઠેસ પહોંચાયેલ છેઆમ ઉપર મુજબની ઘટના અત્યારના આ આધુનીક સમયમાં અરજદારો દ્રારા ઓફીસમાં સીધો વિડીયો બનાવીને ખોટી રીતે કર્મચારીઓના નામ બદનામ કરવા વાયરલ કરતા હોય છે. જેથી કરી સરકારશ્રીમાં આ બાબતે રજુઆત કરવામાં આવે કે કોઇપણ સરકારી ઓફીસની અંદર અધિકારીશ્રી ની પુર્વે મંજુરી વિના આવા કોઇપણ પ્રકારના વિડીયો બનાવી ન શકે તે બાબતે સરકારશ્રીમાં આ બાબતે રજુઆત કરવા તથા અરજદાર અને તેમના મળતીયાઓ સામે કાયદેશર કાર્યવાહી કરવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર અપીલ છે.



