પીએમ મોદી વતી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેર દરગાહ પર ચાદર ચઢાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરની ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચઢાવા માટે ચાદર મોકલી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે આવનારા દિવસોમાં 807માં ઉર્સ દરમિયાન અજમેર શરીફ દરગાહ પર ચઢાવા માટે ચાદર સોંપી. અજમેર શરીફ દરગાહના બંને અંજુમનો અને અજમેર શરીફ દરગાહ કમિટીના પ્રતિનિધિ મંડળે શનિવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તેમને ચાદર સોંપી. આ મુલાકાતમાં લઘુમતી કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ ઉપસ્થિત રહ્યા હતા.