*કૃષ્ણ જન્માષ્ટમી મેળાનું ભવ્ય આયોજનરજવાડી ગેટ, નવી નવી રાઈડ્સ અને વિશાળ પાર્કિંગ સાથે મેળો બનશે આકર્ષણનું કેન્દ્ર.*
મોરબી | તા. ૧/૦૯/૨૦૨૬ મચ્છુ ન્યૂઝ મૉરબી
મોરબી શહેરમાં કેનાલ રોડથી લીલાપર જવાના રસ્તા પર આવેલા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પરિવારજનો તથા બાળકો માટે મનોરંજનની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.આ મેળાની ખાસિયત તરીકે આકર્ષક રજવાડી ગેટ, નવી નવી રાઈડ્સ તથા બાળકોને મજા આવે તેવી વિવિધ રાઈડ્સ-શો સહિતની મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મેળામાં આવતા લોકો માટે વિશાળ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મેળો સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મોરબી તેમજ આસપાસના વિસ્તારોના લોકો પરિવાર સાથે મેળાની મોજ માણી શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
*મેળાનું સ્થળ*
નવરાત્રી ગ્રાઉન્ડ, રવાપર કેનાલ રોડ, મોરબી — લીલાપર જવાના રસ્તા પર
મોરબીવાસીઓને પરિવાર અને મિત્રો સાથે પધારી કૃષ્ણ જન્માષ્ટમી મેળાની મોજ માણવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
*મચ્છુ ન્યૂઝ મોરબી*
*ન્યૂઝ અહેવાલ ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાંચીયા*

