સને ૨૦૨૧ના ચકચારી દુષ્કર્મના ગુનાનો મુખ્ય આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થયા બાદ ઝડપાયો
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા લાંબા સમયથી ફરાર ચાલતા ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડી મોરબી સબ જેલ હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૧માં ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચકચારી દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપી તરીકે હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા દરબાર, ઉંમર ૪૯ વર્ષ, રહે. લજાઈ ગામ, તા. ટંકારા, જી. મોરબી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૧૯૮/૨૦૨૧ મુજબ ભારતીય દંડ સંહિતા તથા પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો. આરોપી જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પરત હાજર ન થતાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો.
આરોપીને ઝડપી પાડવા માટે મોરબી પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી તેના ઘરે હાજર હોવાની હકીકત મળતા ટીમ દ્વારા દરોડો પાડી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
કેસની કાર્યવાહી:
ટંકારા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૯૮/૨૦૨૧ મુજબ દુષ્કર્મ, મારામારી, ધમકી તથા પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.
કાર્યવાહી કરનાર ટીમ:
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ન્યૂઝ રિપોર્ટર : કાળુભાઈ કે. પાંચિયા
મચ્છુ ન્યૂઝ મોરબી
તારીખ : 18/08/2026
ન્યૂઝ પેજ બંનાવી આપજૉ
