બરવાળા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા

Machhu news morbi

 બરવાળા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા

મોરબી, તા. 19/08/2026: મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતીના આધારે મોરબી તાલુકાના બરવાળા ગામમાં દૂધેશભાઈ દેવાણીયાના મકાનની દિવાલની બાજુમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને રોકડ રકમ સહિત ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી જુગારના સાધનો તથા રોકડ મળી કુલ રૂ. 3,44,500/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ:

સંતોષભાઈ ગગજીભાઈ દેવાણીયા, રહે. લાયન્સનગર શેરી નં. 2, મોરબી

પ્રકાશભાઈ વિનોદભાઈ દેવાણીયા, રહે. શક્તિ મેડિકલની પાછળ, વીરપર, મોરબી

દુર્ગેશભાઈ શીવાભાઈ દેવાણીયા, રહે. બરવાળા, તા. મોરબી

મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ ટીમની કામગીરી:

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ કાર્યવાહી સફળતાપૂર્વક હાથ ધરી હતી.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !