મોરબી: રવિરાજ ચોકડી પાસેથી વાંકાનેરમાંથી ચોરાયેલી બાઈક સાથે 13 ગુનાનો આરોપી દબોચાયો

Machhu news morbi

 મોરબી: રવિરાજ ચોકડી પાસેથી વાંકાનેરમાંથી ચોરાયેલી બાઈક સાથે 13 ગુનાનો આરોપી દબોચાયો



મોરબી જીલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં અવાર નવાર ગંભીર પ્રકારના શરીર/મિલ્કત સબંધી તેમજ ગેરકાયદેસર હથિયાર ધારાના ગુન્હા તથા પ્રોહિબિશનની અસામાજીક પ્રવૃતિમાં સંકળાયેલ ઇસમને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ મોટર સાયકલ ચોરીના ગુન્હામાં મો.સા. કિં.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે હ્યુમન સોર્સીષથી બાતમી મળેલ કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનુ ચોરીમાં ગયેલ હોન્ડા સાઇન મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- વાળુ લઇને એક ઇસમ મોટરસાયકલ લઇ નેશનલ હાઇવે રવિરાજ ચોકડી થી નિકળનાર છે તેવી મળેલ બાતમીવાળા ઇસમની વોચ તપાસ કરતા આરોપી અસગર રમજાનભાઇ મોવર (ઉવ.૨૬) રહે.કાજરડા તા.માળીયા(મીં)વાળો મળી આવતા મો.સા.બાબતે ઇસમને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આ ગુન્હો આચર્યાની કબુલાત આપી આ મો.સા.ની તેણે ચોરી કરેલની માહિતી જણાવતા આરોપી પાસેથી મો.સા.કબજે કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !