જેપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા ઉત્સવની ઉજવણી*

Machhu news morbi

 *જેપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા ઉત્સવની ઉજવણી*

જેપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ઉત્સાહભેર શાળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચશ્રી, SMC સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર  દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકાઓના શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સૌએ દીકરીઓને શિક્ષિત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો.વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વકતૃત્વ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક ઉપલબ્ધિઓ રજૂ કરવામાં આવી હતી. વાલીઓને બાળકોના નિયમિત અભ્યાસ, હાજરી અને સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીનો સંદેશ સંકલ્પ અને વૃક્ષારોપણ કરીને અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ, ગ્રામજનો અને શાળાના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



– જેપુર પ્રાથમિક શાળા પરિવાર

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !