મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત.

Machhu news morbi

 મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત.

મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા મોરબીના ભોયવાડામાં રહેતા અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉ.વ.૫૫) ને ગંભીર ઈજાઓ થઈ હતી.જેથી તેઓને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજેલ છે.બનાવની મળતી માહિતી મુજબ મૃતક અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉંમર વર્ષ ૫૫) રહે. ભોયવાડા, ઉસ્માનીયા મસ્જિદ, પાસે, મોરબી ગત ગુરૂવારે રાત્રે ૧૨:૩૦: વાગ્યાં આસપાસ ગ્રીન ચોકમાં પોતાની જાતે છરી વડે તાજીયા નિમિતે હુલ લેતા હતા.ત્યારે છાતીમાં છરી લાગી જતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા.અબ્દુલશા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા.૫ ભાઈ અને ૩ બહેનમાં નાના હતા.તેઓને સંતાનમાં ૨ દીકરા અને ૧ દીકરી છે.બનાવથી પરિવારજમાં શોક વ્યાપી ગયો છે.



Our website uses cookies to enhance your experience. Learn More
Accept !