મૉરબી ના પીપળી ગામે 2 કલાકમાં 155 વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું.
રામદેવપીર મંદિર અને શ્રી વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણ અભિયાન યોજાયું.
મોરબી તાલુકાના પીપળી ગામે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રામદેવપીર મંદિર પીપળી, નકળંગ ધણી રામામંડળ પીપળી તથા શ્રી વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં માત્ર બે કલાકના સમયમાં 155 વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો, ગામના આગેવાનો, યુવાઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયોજકોએ વાવેલા રોપાઓની નિયમિત સંભાળ રાખવાની જવાબદારી પણ સ્વીકારી હતી અને વધુમાં વધુ વૃક્ષો ઉછેરી હરિયાળું પર્યાવરણ નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો.
