વાંકાનેર તાલુકાના ઓળ ગામે ગેરકાયદેસર ખનિજ ખનન પર પોલીસે કાર્યવાહી કરી: 4.10 કરોડનો મુદ્દામાલ જપ્ત.

Machhu news morbi

 વાંકાનેર તાલુકાના ઓળ ગામે ગેરકાયદેસર ખનિજ ખનન પર પોલીસે કાર્યવાહી કરી: 4.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

*વાંકાનેર તાલુકા નાં ઑડ ગામની પાયા વિહૉણી વાતૉ ઑળ ગામે આવેલ સિમમા આવેલ ખનીજની ધારૂએ અને ખનીજ ખાણુઑના કારણે ઑર ગામનાં ભરવાડ સમાજ નાં રહેતાં પશુપાલન માલધારી વ્યવસાય ધરાવતા ભરવાડને ગામમાં કૉડી ઠાકોર સમાજ સાથે બૉલવા ચાલવાનૉ તેમજ સારાં ભલે પ્રસંગે ઑર ગામનાં નવાં રામજી મંદિર ઉઘરાણા ની પણ ભરવાડ સાથે અન્યાય કરેલ છે. સુહ આવું લોકશાહીમાં પણ ચાલશે કે કોઈ કોળી સમાજનો આગેવાન કે ભરવાડ સમાજનો આગેવાન આગળ આવીને આ ગામનો બને સમાજ નૉ ડખો પાર પાડશે કે આવનારી ચૂંટણીમાં માત્રને માત્ર રાજકીય આગેવાનો મત માંગવા જ ઓળગામ જાશે તે જોવું રહ્યું.ભરવાડ સમાજ ઑળ ગામે વસ્તા લૉકૉને દુકાને બાકસ પણ કૉય પૈસા દેતાં દેતું નથી આવી પરિસ્થિતિ આજે લોકશાહીમાં પણ ભરવાડ જીવે છે.*

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર તાલુકાના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનિજ ખનન અંગે મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક તથા સ્થાનિક પોલીસ ટીમ સાથે ખનિજ વિભાગના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનનમાં વપરાતા અનેક વાહનો અને મશીનો ઝડપી પાડવામાં આવ્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એચ.એ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા હોવાની બાતમી મળતા મળેલ બાતમીની જાણ ખાણ ખનીજ વિભાગ મોરબીનાઓને કરી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા બનાવવાળી જગ્યાએ રેઇડ કરતા ટાટા કંપનીનુ ડમ્પર રજીસ્ટર નંબર GJ-36-X-9153 (ખનીજ મુદામાલ સહિત) કિ.રૂ.૩,૦૦,૦૦,૦૦૦, ટાટ કંપનીનુ ડમ્પર, GJ-36-X-8804, ટાટા કંપનીનુ ડમ્પર GJ-36-V-9949 કિંમત રૂપિયા ૩०,০০,০০০ તથા સેની કંપનીનુ EXCAVATOR મોડ-SY210-C-9 સીરીયલ નં-23SY2100001694 કિંમત ३.૫०,००,००० મળિ કુલ કિંમત રૂપિયા કિ રૂ. ૪,૧૦,૦૦,૦૦૦નો મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !