આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજા નો તબીબી ચમત્કાર : વેન્ટિલેટર પર ના 100 વર્ષ ના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયું.

Machhu news morbi

 આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજા નો તબીબી ચમત્કાર : વેન્ટિલેટર પર ના 100 વર્ષ ના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયું

23 માર્ચ, 2026 ના રોજ એક 100 વર્ષ ના મહિલા દર્દી આયુષ હોસ્પિટલ મા ઈમરજન્સી વિભાગમા અર્ધ બેભાન હાલતમાં આવ્યા, ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમા તપાસ કરતા જણાયું કે દર્દી નું ઓક્સિજન લેવલ માત્ર 60% છે, હ્રદય ના ધબકારા જીવલેણ ખૂબજ વધારે અને અનિયમિત છે, હ્રદય નબળુ પડી ગયું છે, ફેફસામા ચેપ ફેલાયેલો છે, ફેફસાં પણ નબળા પડી ગયા છે, દર્દી નું બીપી ખૂબજ ઓછુ છે, દર્દી ના શરીર મા ઝેરી CO2 વાયુ નું લેવલ ખૂબજ વધારે છે. આમ દર્દી ની સંપૂર્ણ પરિસ્થિતિ ને ધ્યાન પર લેતા ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવ્યા. અંતે આયુષ હોસ્પિટલમાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ ના સચોટ નિદાન અને સારવાર ના પગલે માત્ર 6 દિવસમાં વેન્ટિલેટર પરના અને આટલી બધી ગંભીર બીમારી એક સાથે લાગુ પડેલા 100 વર્ષ ના દર્દીને તેમના પગ પર ચાલતા મોકલી આયુષ હોસ્પિટલ માથી હસતાં મોઢે રજા કરવામાં આવી. દર્દી ના સગાઓ દ્વારા, ” સાહેબ અમારા બા ની પરિસ્થિતિ જોતા અમને એમના જીવનની આશા જ નહોતી, તમે ચમત્કાર કરી દીધો ” જેવા લાગણીભર્યા શબ્દો સાથે આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ નો આભાર માનવામાં આવ્યો હતો.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !