*મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત*

Machhu news morbi

 *મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત*

મોરબી,અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ભારત સરકાર દ્વારા પસંદ થયેલ ફર્સ્ટ ફેઝની પીએમશ્રી શાળા છે,જેમાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ બોર્ડ, બેંચીસ,રમત ગમતના સાધનો ઊંચક, નીચક,લપસણી,જીમના સાધનો,ચાઈલ્ડ ફ્રેન્ડલી ફર્નિચર, કલા શિક્ષણ કીટ, અભ્યાસક્રમમાં આવતા રંગ બેરંગી ચિત્રો સાથેના રૂમ, સંગીત સહાયક ચિત્ર સહાયક, કમ્યુટર સહાયક યોગ ટીચર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવે છે,તેમજ રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણ તાલીમ અંતર્ગત કરાટે ટ્રેનિંગ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ, એક્સપોઝર વિઝીટ, શૈક્ષણિક પ્રવાસ,ટ્વીનિંગ પ્રોગ્રામ, મકરસંક્રાંતિ બાદ પતંગ લબળતાં દોરા એકત્ર કરવા, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, બિઝનેશ ટાયકુન, સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, ભારત કો જાનો પરીક્ષા, NMMS,CET, જ્ઞાન સાધના,જવાહર નવોદય

 


વિદ્યાલય,શિષ્યવૃત્તિ પરીક્ષા જેવી વિવિધ સોર્ધાત્મક પરીક્ષાઓ, વિદ્યાર્થીનીઓનું બ્લડ ગૃપિંગ કરવું, હિમોગ્લોબીન ચેક કરવું, આંખોની તપાસણી કરવી વગેરે આરોગ્ય તપાસણીના કેમ્પનું શાળામાં જ આયોજન વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા માટે શાળામાં જ કેમ્પ, વિદ્યાર્થીનીઓના ગણવેશ માટે જે તે પાર્ટીને શાળામાં બોલાવી માપ લેવડાવી વાલીઓની ઉપસ્થિતીમાં જ ગણવેશ વિતરણ,વાલી મિટિંગ, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન,રંગોત્સવ, રાષ્ટ્રીય તહેવારો,દેશનેતાઓની જન્મ જયંતિની વિશિષ્ટ ઉજવણી જેવા અનેકવિધ કાર્યક્રમો, તેમજ તમામ વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન પોથી, પાઠ્યપુસ્તકો,નોટબુક ક્લાશિક્ષણ બુક,પ્રયોગપોથી, વર્કબુક સહિતની અનેક પ્રકારનું સંદર્ભ સાહિત્ય, મધ્યાહ્નન ભોજન વગેરે સુવિધાઓ આપવામાં આવે છે આ તમામ સુવિધાઓનો ઉચિત અને યોગ્ય ઉપયોગ થાય છે જેના કારણે શાળાની ભૌતિક અને શૈક્ષણિક ઉપલબ્ધી ખુબજ સારી જોવા મળે છે, શાળાનું ભાવવરણ બેનમૂન છે,શાળાના વિશાળ કેમ્પસની ઉડીને આંખે વળગી એવી છે,શાળાના વર્ગખંડની સજાવટ,સ્વચ્છતા તેમજ સ્વચ્છતા સંકુલ,રમતના મેદાનની સફાઈ,શાળાની બાગબાની, ઘટાદાર વૃક્ષો, હેન્ડવોશની સુવિધા,પીવાની પાણી સ્વચ્છતા અને સુવિધા આર.ઓ.સિસ્ટમ પાણીની ટાંકીની સફાઈ,પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ,વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, કેમ્પસના વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી પાણી જમીનમાં ઉતરે જમીનનું તળ ઊંચું આવે એ માટે  200 ફૂટ ઊંડો બોર કરાવી પાણી જમીનમાં ઉતરે એવી વ્યવસ્થા મધ્યાહ્નન ભોજનની સ્વચ્છતા મધ્યાહ્નન ભોજન શેડની સ્વચ્છતા વગેરે તમામ બિંદુઓનું બરકાઈથી મૂલ્યાંકન કરી મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સમગ્ર શિક્ષા તરફથી રૂપિયા 11000/- અગિયાર હજારનો  સક્ષમ શાળા અને હરીત વિદ્યાલયનો એવોર્ડ, સ્મૃતિચિહ્નન શિલ્ડ,પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણ તાલિમ ભવનના અધિકારીઓના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા જેથી શાળાની પ્રગતિમાં એક છોગું ઉમેરાયું છે.આ એવોર્ડ માટે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની પસંદગી કરવા બદલ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાનો શાળા પરિવાર અને ગ્રામજનોએ આભાર પ્રકટ કરેલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !