હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મંદિરમાંથી એક લાખ રૂપિયાની ચોરી

Machhu news morbi
હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મંદિરમાંથી એક લાખ રૂપિયાની ચોરી 

હળવદ તાલુકાના સમલી ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦ની ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી લુહાર વાળી શેરીમાં રહેતા બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ ચીરોડીયા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના સમલી ગામે આવેલ ફરીયાદીના ચામુડા માતાજીના મઢની દિવાલમા ફીટ કરેલ દાનપેટી તોડી તેમાથી અંદાજીત રોકડ રૂપીયા ૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !