મોરબી પત્રકારત્વ જગતના ઇતિહાસમાં સત્તાના દુરુપયોગની શરમજનક ઘટના મામલે
મોરબીમાં અખબારોના તંત્રીઓ પર પોલીસના દમનનો મામલો: પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કડક કાર્યવાહી
તારીખ:૬,ઓગસ્ટ, ૨૦૨૫.મોરબી:કેટલાક સમય પહેલા મોરબી જિલ્લામાં એક ગંભીર ઘટના સામે આવી હતી જેમાં દિવ્યક્રાંતિ અખબારના તંત્રી જયદેવ બુધ્ધભટ્ટી તથા લોક જ્વાલા અખબારના તંત્રી મયુર બુધ્ધભટ્ટી આ બંને નિર્દોષ તંત્રીઓ પર સ્થાનિક પોલીસ, કેટલાક સ્વઘોષિત પત્રકારો, પેટ્રોલ પંપના માલિક તથા એક ખુની રાજકારણીએ મળીને ટોળકી રચી બનાવટી અને નકલી કેસ કરવાનું કાવતરું રચ્યું હતું, આ તંત્રીઓને પોલીસ દ્વારા પકડીને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પછી પ્રેસકોન્ફરન્સ કરીને તેમનાં ફોટાઓ સમગ્ર અખબાર અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા જેને કારણે તેમની પ્રતિષ્ઠા અકલ્પનીય નુકસાન પામી હતી.આ દમનકારી ઘટના સામેપીડિત તંત્રીઓએ રાજય અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ સહિત 21 જેટલા વિભાગોમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ તત્કાલ હસ્તક્ષેપ કરતા મોરબીજિલ્લાના એસ.પી. તેમજ ગુજરાતના ડીજીપી વિરુદ્ધ નોટિસ ફટકારી છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પોતાના અધિનિયમ – 1978 ની કલમ 13(1) અને કલમ 15(4) મુજબ કાર્યવાહી હાથ ધરતા જણાવાયું છે કે, આરોપિત અધિકારીઓએ 15 દિવસની અંદર સમગ્ર મામલે સ્પષ્ટ ખુલાસો કરવાની ફરજ પડશે. અન્યથા, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. પ્રેસ કાઉન્સિલે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, પ્રથમ દ્રષ્ટિએ સમગ્ર ઘટના પત્રકારો વિરુદ્ધ દમનકારક કામગીરી છે અને આ પ્રકારે પત્રકારિત્વની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવું ન જોઈએ પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર છે અને તેમનાં અધિકારો અને સુરક્ષા માટે કાયદા સમક્ષ જવાબદાર અધિકારીઓને જવાબદેહ બનાવી શકાય તેમ છે. મોરબીના પત્રકારીત્વના ઇતિહાસમાં આ ઘટના એક શર્મજનક કિસ્સા રૂપે નોંધાઇ છે, જેમાં નિર્દોષ તંત્રીઓની છબી ખરાબ કરવાની કોશિશો કરવામાં આવી છે. નોંધનીય છે કે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પ્રજાના પ્રશ્ને વાચા આપતા પત્રકારો પર સત્તાના દુરુપયોગના મામલા વધતા જાય છે. હાલ પીડિત તંત્રીઓ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે અને સમગ્ર પત્રકાર જગત આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહ્યો છે.