હળવદ પોલીસે શનિવારે પંથક ના સમલી ગામે થયેલ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની રૂ.૧,૦૦,૪૭૩ રોકડા સહિત કુલ ૧.૪૫ લાખ ના મુદામાલ

Machhu news morbi

*હળવદના સમલી ગામે માતાજીના મઢમાંથી ચોરી કરનારો ઝડપાયો*

હળવદ પોલીસે શનિવારે પંથક ના સમલી ગામે થયેલ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની રૂ. ૧,૦૦,૪૭૩ રોકડા સહિત કુલ ૧.૪૫ લાખ ના મુદામાલ સાથે અટક કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હળવદના સમલી ગામે શનિવારે ચામુંડા માતાજીના મઢમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ધોળા દિવસે માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાન પેટી તોડવામાં આવેલ છે અને તેમાંથી અંદાજિત એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી ફરિયાદ બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ પાલાભાઈ ચીરોડીયા એ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં રવિવારે પોલીસે ચોરીના આરોપી રાજુ રામજીભાઈ ડાભી (રહે. ગામ વિરપર, તા, વાંકાનેર જી. મોરબી) ને ઝડપી દાન પેટી તોડી ૧ લાખ રૂપિયા રોકડ સહિત ૧.૪૫ લાખનો મુદામાલ સાથે પકડી પાડયો છે. આરોપી પાસેથી સમલી ગામે આવેલા ચામુંડા માતાજીના મઢમાંથી ચોરી કરાયેલા રૂપિયા ૧,૦૦,૪૭૩/- રોકડા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે ૪૦,૦૦૦ની કિંમતનું મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !