હળવદમાં વ્યાજની બમણી પઠાણી ઉઘરાણી કરતા ઈસમને પોલીસે પકડી પાડ્યો

Machhu news morbi
હળવદ: વ્યાજની બમણી પઠાણી ઉઘરાણી કરતા ઇસમ વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી એક ઇસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી આવતા હળવદ પોલીસએ ઊંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા ઇસમ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આરોપી બટુકભાઇ બાબુભાઇ કાંકરેચા ઉ.વ.૩૭ રહે. હળવદ માર્કેટીંગ યાર્ડની સામે, સરકારી ખરાબામાં તા. હળવદવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !