મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

Machhu news morbi
7-11-2024 મચ્છુ ન્યૂઝ મૉરબી અખબાર 


મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ૧૦ નવેમ્બરે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

 

નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.

૧) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.

૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે

૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ

૪) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.

૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો

૬) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).

૭) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ

૮) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે

૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર

કેમ્પ તારીખ : ૧૦/૧૧/૨૦૨૪ રવિવાર કેમ્પનું સમય : ૮:૩૦-૧૨:૦૦

કેમ્પનું સ્થળ : સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ,

                જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી

આ કેમ્પમાં ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત તથા તેમની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ સેવા આપશે॰

 

 

નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૮૧૬૦૨૮૨૪૫૬, પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. (જુના રીપોર્ટસ સાથે લાવવા)

 

કાયમી સરનામું :

બ્રાંચ ૧:સંસ્કારધામ ઈમેજીંગ સેન્ટર(બીજો માળ), જી.આઈ.ડી.સી.શનાળા રોડ,મોરબી.

બ્રાંચ ૨ :વીએનસી કોમ્પલેક્ષ, શોપ ૨૦૮/૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ,સામાકાંઠે, મોરબી મો. ૮૧૬૦૨૮૨૪૫૬.


રિપોર્ટ...આસિફ ખોરમ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !