વાંકાનેર તાલુકામાં વીજતંત્ર દ્વારા નવાઢુવા ગામે સબ ડિવિઝન બનાવાશે.

Machhu news morbi
વાંકાનેર : ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજુઆતને પગલે ઉર્જા વિભાગે આપી લીલીઝંડી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીજતંત્ર દ્વારા નવાઢુવા ગામે સબ ડિવિઝન બનાવવામાં આવશે. એટલે અન્ય સબ ડિવિઝનના વર્ક લોડમાં ધરખમ ઘટાડો આવશે. આ માટે પીજીવીસીએલ દ્વારા આગળની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા આ અંગે પીજીવીસીએલમાં રજુઆત કરવામાં આવી હતી. પીજીવીસીએલે આ મામલે ઉર્જા વિભાગની મંજૂરી લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી. જે મંજૂરી મળી જતા હવે વાંકાનેર તાલુકાને નવાઢુવા સબ ડિવિઝન ફોલ્ટ સેન્ટર મળશે. વાંકાનેર ગ્રામ્ય-1, વાંકાનેર ગ્રામ્ય-2 અને વાંકાનેર શહેર પેટા વિભાગ કચેરીનું પુનઃ ગઠન કરી નવાઢુવા ગામે પેટા વિભાગ કચેરી બનાવવામાં આવશે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !