મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરનાફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

Machhu news morbi
મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના
ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AN, તથા ફોર વ્હીલર માટે GJ36-AP, સીરીઝની ટેન્ડર પ્રક્રિયા. તા.૦૮-૦૮-૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૦૮-૦૮-૨૦૨૪ થી તા.૨૦-૦૮-૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦-૦૮-૨૦૨૪ થી તા.૨૨-૦૮-૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા ૨૨-૦૮-૨૦૨૪ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહનના ઈ- ફોર્મ ઓક્શનના પરીણામ જાહેર થયેથી ૨ દિવસમાં એ. આર. ટી. ઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.



Our website uses cookies to enhance your experience. Learn More
Accept !