*પેરિસ ઓલિમ્પિક -૨૦૨૪નો શુભારંભ પ્રસંગે રેસકોર્ષ ખાતે “એમબ્રેસિંગ પેરિસ-૨૦૨૪” કાર્યક્રમ યોજાયો*
આ પ્રસંગે રમત અધિકારી શ્રી રમા મદ્રા, રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન લીમીટેડના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી રાજદિપસિંહ જાડેજા, કોર્પોરેશનના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રી કે. બી. ઉનાવા, હોકી એસો. ના પ્રમુખ શ્રી મહેશભાઈ દિવેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનુય છે કે, પેરિસ ઓલિમ્પિક - ૨૦૨૪માં જેવેલીયન થ્રો, શુટીંગ, આર્ચરી, બેડમિન્ટન, વેઈટ લિફ્ટીંગ, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, સેઈલીંગ, સ્વિમીંગ અને ટેબલ ટેનિસ જેવી ૧૬ રમતોમાં ૬૯ ચંદ્રકો માટે ૧૬ દિવસ સુધી ભારતના ૧૧૨ રમતવીરો દેશનો તિરંગો લહેરાવવા થનગની રહ્યા છે. ગુજરાતના ત્રણ ખેલાડીઓ પૈકી બે ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ અને માનવ ઠક્કર તથા શૂટિંગ ૧૦ મિટર એર રાઇફલ પ્લેયર ઇલાવેનિલ વાલારિવાનને રાજય સરકારની શક્તિદૂત યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખની સહાય આપવામાં આવી છે.