સાવચેતીના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી જુદા-જુદા ગામો મેસરીયા સતાપર જાલીડા ભલગામ રૂપાવટી જેપુર વસુંધરા મહિકા સમઢીયાળા ખાતે ચોમાસાઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના મેડિકલ ઓફિસર આર બી મંગે અને ઇન ચાર્જ સુપરવાઇઝર એ પી પડાયાના માર્ગદર્શન હેઠળ તમામ MPHW, CHO, FHWતથા આશાબહેનોએ સાથે મળીને પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે. આ ઉપરાંત ઘરે-ઘરે પોરા નાશક તેમજ ડસ્ટિંગની કામગીરી કરી છે. તથા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશનની કામગીરી કરી છે. સાવચેતીના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના તમામ સ્ટાફ દ્વારા પાણીજન્ય રોગચાળો તથા વાહક જન્ય રોગચાળો ન ફેલાય એના માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.