*વાંકાનેરના પલાસ ગામે ત્રણ જુગારીઓ ૬૧,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા*
*ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી
રિપોર્ટર: વાંકાનેર બ્યુરોચિફ જગદિશ તલસાણીયા*
વાંકાનેર તાલુકાના પલાસ ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે ૬૧,૬૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન પલાસ ગામે સેટાણીયા પરિવારના મઢ સામે શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ કરમશીભાઈ કુણપરા, જગાભાઇ કાળુભાઈ કુણપરા અને અલ્પેશ રણછોડ ધરોડીયા રહે ત્રણેય પલાસ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૧,૬૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ એ ભરગા, મયુરધ્વજસિંહ જાડેજા, જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઈ કલોત્રા અને અજયસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.