જામનગર જીલ્લા ભરવાડ સમાજના સાથ અને સહકારથી, જામનગર શહેર જીલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ મહોત્સવ

Machhu news morbi
*જામનગર જીલ્લા ભરવાડ સમાજ*

*જામનગર જીલ્લા ભરવાડ સમાજના સાથ અને સહકારથી, જામનગર શહેર જીલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ મહોત્સવ (૨૦૨૪) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવ રવિવારે, ૭-જુલાઈ 2024ના રોજ મરછુ માતાજી ની શોભાયાત્રા સાથે શરૂ થયો, જેનાથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો*
                 *શોભાયાત્રાનું પ્રસ્થાન:*
*કડિયાવાળમાં મુળા બાપા ની જગ્યા પરથી આ સોભા યાત્રાનું પ્રસ્થાન થયું. શોભાયાત્રા ટાઉનહોલથી પસાર થઈ, પંચેશ્વર ટાવર પર શ્રી મચ્છુ માતાજીના મંદિર પર પહોંચી. ત્યાં, મચ્છુ માતાજીના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સૌ ઉપસ્થિત વ્યક્તિઓએ ધ્વજાને નમન કર્યું*
                       *વિશેષ આકર્ષણ:*
*આ શોભાયાત્રામાં આ વર્ષે એક વિશેષ આકર્ષણ તરીકે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી શિક્ષણના મેસેજ સાથે ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રથ પર ભરવાડ સમાજની ધોરણ 10 અને 12-માં ટોપ 3 ટકાવારી ધરાવતી દીકરીઓને સ્થાન અપાયું હતું. આ યાત્રા દ્વારા, સમાજમાં સ્ત્રીના શિક્ષણ અને હક્કો વિશે જાગૃતિ લાવવાનો મહાન પ્રયત્ન કરવામાં આવ્યો*
આ યાત્રામાં જામનગરના ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટીમેયર શ્રી , કૃષ્ણ બેન સોઢા & સ્ટર્લીંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા & શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આપણા લોકલાડીલા સંસદ સભ્ય છે પૂનમબેન નું સંદેશો આવેલો અને ડિસટીક બેંક ના ચેરમેન શ્રી જીતુભાઈ લાલ સાહેબનો પણ સંદેશો આવેલો અને ભરવાડ સમાજના આગેવાનો અને સાધુ સંતો & યુવા મિત્રો તથા મહાનુભાવો દ્વારા, ટોપ 3 આવેલી દીકરીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી.આ શોભાયાત્રામાં બોહડી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને, બહેનોએ પરંપરાગત હુડા રાસ નૃત્યની પ્રસ્તુતિ કરી, જેનાથી સૌ માં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ નૃત્ય દ્વારા, સમાજની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં આવ.આ મહોત્સવ દ્વારા, ભરવાડ સમાજમાં શિક્ષણનું મહત્વ અને સ્ત્રી સન્માનને લઈને મજબૂત મેસેજ આપવામાં આવ્યો. આ ઉત્સવ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બન્યો.
*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !