મોરબી શહેર ટ્રાફિક પોલીસ મનમાની ચલાવી ટોલ કરેલ વાહનોમાં પોતાના જાણીતા અને પરિચિત લોકો માટે કાયદાને નેવે મૂકી કાયદાનું ઉલંધન કરે છે.
મોરબી શહેરના રોડ રસ્તા ઉપર વાહન ચાલકો વાહન મુકી ખરીદી કરવા જતા રહે છે. તે વાહન ટ્રાફિક માટે નડતરરૂપ માની વાહન ટોલ કરી લઈ જાય છે. તે બરાબર છે પરંતુ કાયદાને નેવે મૂકી પોતાના સગા વહાલા કે પોતાના પરિચિત ના વાહનોને કોઈ કારણસર દંડ કરીયા વગર જવા દેવામાં આવે છે. અને જેની ઓળખાણ નથી તેવા લોકો પાસેથી બે ફામ પણે દંડ વસૂલ કરવામાં આવે છે દંડ વસૂલવામાં પણ ભેદભાવ ભરીનીતી અપનાવવામાં આવે છે કોઈને 200 રૂપિયાનો તો કોઈને ₹500 રૂપિયા નો તો કોઈને ₹700 રૂપિયા મન મરજી મુજબ દંડ કરવામાં આવે છે આમ મોરબી ટ્રાફિક પોલીસમાં પણ કાયદાઓમાં ફેરફાર હોય તેવું લાગે છે. જાણવા મુજબ કાયદામાં નિયમો બધા માટે સરખા હોય છે. પરંતુ અહીં તો સગા વહાલા લાગવગ વારા ઉપર ટ્રાફિક પોલીસ દંડ કરે અથવા જવા પણ દીયે છે. એ માત્ર મોરબી શહેરમાં જ બને છે આ બાબતે ખરેખર તપાસ કરવામાં આવે તો આ ટ્રાફિક વિભાગમાં વર્ષોથી એક ને એક જગ્યા ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ કેના આશીર્વાદ થી ચાલી રહ્યું છે તે પણ સમજવું જરૂરી છે. આડેધડ રાખવામાં આવેલા વાહનો ટ્રાફિક પોલીસ કોલ કરીને લઈ જાય છે તેમાતો કોઈને વાંધો ન હોય પરંતુ સગા સંબંધીઓના વાહનોને દંડ કર્યા વગર મુક્ત કરવા સામે વાંધો હોય કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ત્યારે મોરબી ટ્રાફિક પોલીસ એકને ખોળ અને એક ને ગોળ જેવી નીતિ અખત્યાર કરી શું સાબિત કરવા માંગે છે. આ બાબતે તપાસ કરવામાં આવે તો ટ્રાફિક પોલીસમાં કેવો વહીવટ ચાલે છે તે જોઈ શકાય છે.
રીપોર્ટ... આસિફ ખોરમ (મોરબી)