મોરબીની સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજન ઓપરેશન માટે આવતી બહેનો સાથે ગેરવર્તનની રાવ

Machhu news morbi

મોરબીની સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજન ઓપરેશન માટે આવતી બહેનો સાથે ગેરવર્તનની રાવ

અમાનવીય વ્યવહાર કરાતો હોવાના કોંગ્રેસના આક્ષેપો પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી 

મોરબીની સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજન ઓપરેશન માટે આવતી બહેનો સાથે અમાનવીય વ્યવહાર અને ગેરવર્તન થતું હોવાની રાવ ઉઠવા પામી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આ મામલો ઉઠાવીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આંગળવાડીની આશા વર્કર બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી સ્ત્રીઓને ઓપરેશન કરાવવા બોલાવવામાં આવે છે. અને તેની જોગવાઈ મુજબ દર્દીને લાવવા તથા લઈ જવાની વ્યવસ્થા કરાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ આપવાની હોઈ છે. અને તેમના એકાઉન્ટમાં પૈસા આપી તેમને આર્થિક સહિયોગ પણ કરવામાં આવતો હોઈ છે. પરંતુ અહી યોગ્ય ટ્રીટમેન્ટ થતી નથી અને સહાય પણ ખાતામાં આવી નથી પરંતુ મોરબીમાં જાણે એમનો ટાર્ગેટ પૂરો કરવાનો હોઈ એ રીતે ઓપરેશન કરવામાં આવે છે. અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેર વર્તન કરી તેમને અપમાનિત કરવામાં આવે છે તેવા આક્ષેપો કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યા છે.

દર્દીને ઓપરેશન થિયેટરની બહાર લાવી ડોકટર દ્વારા ચેકઅપ કે નિરીક્ષણ માં રાખવાના બદલે સીધા જ એમને રજા આપી હાલતાં કરી મૂકવામાં આવે છે. તેમના માટે સ્ટ્રેચર કે બેડની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી અને તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા એ જાણે પેસેન્જર વાહનમાં ગીચોગીચ બેસાડવામાં આવે એ રીતે એમને એમ્બ્યુલસ અને અન્ય વાહનમાં ભરવામાં આવે છે જેનો વિડીયો પણ પરિવારના સભ્યોએ ઉતાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જેથી મોરબીની સિવિલ હોસ્પીટલમાં બહેનો સાથે થતો અમાનવીય વ્યવહાર બંધ થાય અને નિયમો મુજબ ટ્રીટમેન્ટ અને સહાય મળે તેવી માંગ કરી છે. સમસ્યાનો ઉકેલ નહિ આવે તો લોકોની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલ સામે જનઆંદોલન કરવાની ચીમકી પણ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !