સમરોલી - ચીખલી નાં અભિનેતા પ્રશાંતચંદ્ર પટેલ ને ફિલ્મ " ભાગ્ય રેખા " માટે ઇન્ટર નેશનલ કક્ષાએ "બેસ્ટ સપોર્ટિંગ એક્ટર" નો એવોર્ડ એનાયત.

Machhu news morbi
*સમરોલી - ચીખલી નાં અભિનેતા પ્રશાંતચંદ્ર પટેલ ને ફિલ્મ " ભાગ્ય રેખા " માટે ઇન્ટર નેશનલ કક્ષાએ "બેસ્ટ સપોર્ટિંગ એક્ટર" નો એવોર્ડ એનાયત*
---------------------------------------

સંસ્કૃતિ ફિલ્મ પ્રોડક્શન દ્વારા નિર્માણ પામેલ હિન્દી શોર્ટ ફિલ્મ " ભાગ્ય રેખા " ભારત માં યોજાયેલ વિવિધ નેશનલ અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે.
                ફિલ્મ ડાયરેકટર નયન ચત્રારિયા નાં દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલ આ શોર્ટ ફિલ્મ યુ - ટ્યુબ ઉપર પ્રસારિત થતાં અદભુત લોકચાહના મેળવી ચૂકી છે. તદુપરાંત, વિવિધ નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં અલગ અલગ કેટેગરીમાં પણ લોકચાહના મેળવી રહી છે. આ ફિલ્મ માં નવસારી જિલ્લાના સમરોલી (ચીખલી) નાં વતની પ્રશાંતચંદ્ર પટેલે પણ અભિનય નાં અજવાળા પાથર્યા છે.
                  જેમાં મુંબઈ ખાતે. યોજાયેલ "સ્ક્રીન લાઈટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ" માં એક્ટર પ્રશાંત પટેલ ને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ઇન્ટર નેશનલ કક્ષાએ "બેસ્ટ સપોર્ટિંગ એક્ટર" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

                હિન્દી શોર્ટ ફિલ્મ " ભાગ્ય રેખા" ને અત્યાર સુધી કુલ ૧૨ જેટલા એવોર્ડ મેળવવા બદલ સમરોલી (ચીખલી) ના મીરાં પટેલ, બાબુભાઇ આહિર તેમજ વંકાલ ના વતની કિશોરભાઇ, હિતેશકુમાર, ભીખુભાઇ તલાટી કમ મંત્રી દ્વારા એક્ટર પ્રશાંતચંદ્ર પટેલ તથા ડાયરેકટર નયન ચત્રારિયા સહિત અભિનય કરનાર અન્ય કલાકારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !