વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે બીલીમોરા તથા આજુ બાજુ ના ગામો માં હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ૪૦૦૦ થી વધુ છોડ...

Machhu news morbi
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે બીલીમોરા તથા આજુ બાજુ ના ગામો માં હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા 
૪૦૦૦ થી વધુ છોડ રોપવા નો કાર્યક્રમ અલગ અલગ સાત જેટલા બ્લોક માં યોજવા માં આવ્યો હતો .
તે અંતર્ગત આજે સવારે ૯-૦૦ કલાકે માછિયાવાસણ ગામ ખાતે હરિયાળી ગ્રુપ અને જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળી ને મનોહર મુક્તિ ધામ માછિયાં વાસણ ગામ ખાતે ૧૭૫ વિધાન સભા વિસ્તાર ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ ના અતિથિ વિશેષપણi હેઠળ અને મનોહર મુક્તિ ધામ ના પ્રમુખ શ્રી બળવંતભાઈ સોલંકી નિવૃત્ત જીએસટી આસી.કમિશનર ના અધ્યક્ષ પણા હેઠળ યોજવા માં આવ્યો હતો .
કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ એ પર્યાવરણ ની પેહલ માટે ગ્રામ જનો ને શુભેચ્છા પાઠવી હતી અને વૃક્ષ નું મહત્વ સમજાવ્યું હતું .
હરિયાળી ગ્રુપ ના ભુપેન્દ્રભાઈ સુરતી એ હરિયાળી ગ્રુપના કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી .અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ ના વરદ હસ્તે વિવિધ ગામો ના સરપંચ શ્રી ઓ ને ચકલી ઘર અર્પણ કરાવ્યા હતા તેમજ ગામ ની લાઇબ્રેરી માટે ભારત દેશ ના સંવિધાન ની બુક ભેટ આપી હતી. .

મુક્તિ ધામ ખાતે ૧૨૧ જેટલા વિવિધ ઝાડો મહેમાનો ના હસ્તે રોપવા માં આવ્યા હતા .

કાર્યક્રમ માં ગણદેવી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શાહ .કારોબારી ચેરમેન. વિનોદભાઈ પટેલ સંગઠન મંત્રી નટુ ભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ગીતાબેન પ્રવીણભાઈ પટેલ માસા, ભાગડ, વાડી, મોવાસા, ભાગળ ,ના સરપંચશ્રી ઑ તથા ખુબ મોટી સંખ્યા માં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા .

બીલીમોરા ની આયાન્સ ક્લબ ના પ્રમુખ બીમલેશ બેન ટેવથીયા તથા સેક્રેટરી મોરે ભાઈ તથા લાયનં નરેશ ભાઈ વશી હાજર રહ્યા હતા .

ગામ ના માજી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી તથા હાલ ના ઉપસરપંચ શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.

ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી બળવંત ભાઈ એ મુક્તિ ધામ વિશે માહિતી આપી હતી. 
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અરુણભાઈ પટેલ સાથે તેમની યુવા ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કર્યું હતું .

બીલીમોરા હરિયાળી ગ્રુપ દ્વારા ૧૨૧ ઝાડ ના રોપા ખાતર તથા ચા નાસ્તા ની સુંદર વ્યવસ્થા જલારામ ટ્રસ્ટ બીલીમોરા દ્વારા કરવા માં આવી હતી .
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !