આજરોજ માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડો. રંગૂનવાલા સર,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક સર
,જિલ્લા RCH અધિકારી ડો. રાજેશ સર, જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડો.ભાવેશ સર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અંજના મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ પલ્સ પોલિયોનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરી ભાજપ પ્રમુખ વિજયભાઈ, જિલ્લા ક્ષય અધિકારી ડો.પિનાકીન સર,તાલુકા હેલ્થ ઓફિસર ડો.અંજના મેડમ,અર્બન હેલ્થ સેન્ટરના ડો.રાજેન્દ્ર એમ ગઢવી હાજર રહ્યા હતા. નેશનલ પોલિયો પ્રોગ્રામ અંતર્ગત બીલીમોરા શહેરમાં કુલ 22 બુથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે તથા 2 ટ્રાન્ઝીટ ટીમ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર પુલિયો બુથ મૂકવામાં આવ્યા છે.આ સમગ્ર પ્રોગ્રામ આયોજન કરનાર અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર ભાવિનભાઈ નો આ તબક્કે ડો.રાજેન્દ્ર ગઢવીએ આભાર માન્યો હતો.