*“બીલીમોરા નગરપાલિકા દ્વારા યોજાયેલ વિશ્વયોગ દિવસ” ની ઉજ્જવણી માં જાયન્ટ્સ ગ્રુપઓફ બિલિમોરા તથા અન્ય સંસ્થાના ૨૦૦ સભ્યોએ ઉત્સાપૂર્વક ભાગ લીધો*
૧૦માં આંતરરાષ્ટ્રીય વિશ્વયોગ દિવસ , ૨૧ જૂન ૨૦૨૪ ની ઉજ્જવણી રામીબેન હોલ , સોમનાથ સંકુલ , બીલીમોરામાં નગરપાલિકા ના સભ્યો તથા કર્મચારીઓ , જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પ્રા.બી.એચ.પટેલ અને સભ્યો , સીનિયર સિટિઝન ના ઉપપ્રમુખ હરીશભાઈ ટંડેલ , ભારતીય જનતા પક્ષના સુમિત્રાબેન પટેલ અને સભ્યો , યોગ શિક્ષકઓ અને શાળા ના બાળકો તથા નાગરિકોની વિશાળ હાજરીમાં સવારે ૬ કલાકે યોગ ટ્રેનર મિતેષભાઈ પટેલ તથા જા.પંકજભાઈ મોદી દ્વારા પ્રારંભિક તનની સુદ્ધિકરણ માટેના યોગાસનઓ અને મનની સુદ્ધિકરણ માટે લોમ-વિલોમ , કપાલભાતિ , ભ્રામણિ વગેરેથી સર્વને પ્રફુલ્લિત કર્યા.
આ કાર્ય સર્વે યોગ લાભારથીઓ દ્વારા સત્તત કાર્યશીલ રાખી તનને તંદુરસ્ત અને મનને નિયંત્રિત રાખવા તથા “યોગ ભાગેએ રોગ” સૂત્ર સાર્થક કરવા જણાવ્યું . આનંદ અને ઉત્સાપૂર્વક વાતાવરણમાં સર્વે છુટ્ટા પડ્યા .