વાંકાનેર સીટી પોલીસે નવાપરા પંચાસર રોડ શિવજીના મંદિર પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સ ને વાંકાનેર સીટી પોલીસની ટીમે પકડી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવાપરા પંચાસર રોડ પર શિવજીના મંદિર પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની તલાસી લેતા દેશી બનાવટની જામગરી બંદુક સિંગલ બેરલ વાળી નંગ ૧ કીમત રૂ.૧૦૦૦ મળી આવતા કબજે કરી તે શખ્સ હાજીભાઈ ઈબ્રાહીમભાઈ મોવર હોવાનું કબુલાત આપતા બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.