*પ્રેસ નોટ*
*જાયન્ટ્સ ગૃપ ઓફ બીલીમોરા અને રોટરી આઈ ઈનસ્યુટીટ નવસારી ના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે નેત્રયજ્ઞ સારવાર કેમ્પનો કાયમી ધોરણે બીલીમોરામાં પ્રારંભ કરવામાં આવ્યો.*
જાયન્ટ્સ ગૃપ બીલીમોરા સુવર્ણ જયંતિવષૅની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રકારના જન ઉપયોગી સેવાકીય પ્રોજેક્ટો કરી રહ્યું છે . જેમાં આજરોજ તા. ૨૦/૦૬/૨૦૨૪ ના દિવસએ અમારા ગ્રુપએ રોટરી આઈ નવસારી ના સહયોગથી એમ.વી.શાહ જાયન્ટસ હોલ , કલ્યાણ ચેમ્બર, બીલીમોરામાં વિના મૂલ્યે નેત્રયજ્ઞ સારવાર કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો.
દીપ પ્રાગટય જાયન્ટસ પ્રમુખ બી.એચ. પટેલ તથા રોટરી આઈ નવસારીના માનદ મંત્રી યોગેશભાઈ દેસાઈ તથા જાયન્ટસ ફેડરેશન ના ડાયરેકટર જા.સુમંતરાય પટેલ તથા ઓફીસર જા.ગિરીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
પ્રોજેક્ટ દર માસના ત્રીજા ગુરુવારે વિના મૂલ્યે જાયન્ટસ હોલ બીલીમોરા માં યોજાનાર છે. ગૃપ ના પ્રમુખ શ્રી બી.એચ. પટેલે શબ્દ સુમન થી આવકાર્યા બાદ ડૉકટરો તથા પેરામેડીકલ સ્ટાફ તથા મહેમાનોનુ પુષ્પ થી સ્વાગત કરવામાં આવ્યું.
આજના કેમ્પમાં રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના માનદ મંત્રી શ્રી યોગેશભાઈ દેસાઈએ આઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી અત્યાધુનિક કામગીરીની વિસ્તારપૂર્વક માહિતી અને માગૅદશૅન આપ્યું હતું. જાયન્ટ્સ ફેડરેશન 3A ના પૂવૅ પ્રમુખ જા.વિજયભાઈ પટેલએ પ્રાસંગિક ઉધભોધન દ્વારા જણાવ્યું કે બીલીમોરામાં નેત્રયજ્ઞ બન્ને સંસ્થાઓ દ્વાર કાયમી ધોરણે હાથ ધરાઇરહ્યો છે અને બીલીમોરા શહેર અને આસપાસના વિસ્તારના આંખ ની તકલીફ વારા દર્દીઓને લાભ થનાર છે તેથી બંને સંસ્થાઓને ધન્યવાદ પાઠવું છું .
આજના પ્રથમ કેમ્પનો ૭૫થી વધુ દરદીઓએ લાભ લીધો . સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા માટે ગૃપના હોદ્દેદારો , પૂવૅ પ્રમુખશ્રીઓ તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જા.ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું . પ્રોજેક્ટ ચેરમેન જા.હસમુખભાઈ પટેલ દ્વારા સવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો . પ્રોજેક્ટની પૂવૅ તૈયારીમા મંત્રી જા.નિરવ.ટી.ટેલરનુ મહત્તમ યોગદાન હતું .