વાંકાનેરના કોઠી ગામે હત્યાના પ્રયાસના કેસમાં ૧૦ વર્ષની કેદની સજા અને દંડ.

Machhu news morbi

વાંકાનેરના. કોઠી ગામે હત્યાના પ્રયાસના કેસમાં ૧૦ વર્ષની કેદની સજા અને દંડ

સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે જયારે સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૧-૦૯-૨૦૦૪ ના રોજ કોઠી ગામે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી કુંડલીવાળી લાકડી ધારણ કરી ફરિયાદી પર જીવલેણ હુમલો કરી નાગજીભાઈને ઈજા કરી મુંઢ માર મારી ખૂની જીવલેણ હુમલો કરી મૃત્યુ નિપજાવવાની કોશિશ કરી ધારિયાનો એક ઘા માથા પર મારી લાકડી વડે હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટ મોરબીમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની અને મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆએ કોર્ટમાં ૧૯ મૌખિક પુરાવા અને ૩૧ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા

જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી સતા લાખા મુંધવા રહે કોઠી વાળાને આઈપીસી કલમ ૩૨૩ મુજબના ગુનામાં ૧ વર્ષની સજા અને ૧૦૦૦ રૂપિયા દંડ તેમજ આઈપીસી કલમ ૩૨૪ મુજબના ગુનામાં ૩ વર્ષની કેદની સજા અને રૂ ૩૦૦૦ દંડ તેમજ આઈપીસી કલમ ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે આરોપી સતા લાખા મુંધવા હાલ જામીન પર મુક્ત હોય જેથી જામીન ખત રદ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે.

જયારે અન્ય આરોપીઓ મેઘા નોંઘા મુંધવા, કહેતા ખેંગાર મુંધવા, રાઘવ ખેંગાર મુંધવા, સતા ખેંગાર મુંધવા, ગોવિંદ સામત મુંધવા, બેચર ખેંગાર મુંધવા અને ગેલા લાખ મુંધવા રહે કોઠી તા. વાંકાનેર વાળાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે તો ઈજા પામનાર નાગજીભાઈ દેવાભાઈને રૂ ૨ લાખ તેમજ આરોપીઓ જે દંડની રકમ ભરે તે ૯ હજાર મળીને કુલ રૂ ૨.૦૯ લાખ વળતર ચુકવવા આદેશ કર્યો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !