મોરબીના જેતપર (મચ્છુ) ગામે યુવકના પિતાને એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી મર્ડર કરી નાખ્યું.

Machhu news morbi

મોરબીના જેતપર (મચ્છુ) ગામે યુવકના પિતાને એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો.

મોરબી: મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે ઝઘડાનો ખાર રાખી યુવકના પિતા પર એક શખ્સનો તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી મોત નિપજાવ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અરવિંદભાઈ ચંદુભાઈ અઘારીયા (ઉ.વ.૨૨) એ આરોપી મયુરભાઈ હરખાજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત (ઉ.વ.૨૫) રહે. જેતપર (મચ્છુ) ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૫-૨૦૨૪ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના પત્નિ મનિષાએ ફરીયાદિના બાજુમા રહેતા આરોપીની પત્નિ કાજલબેનને કહેલ કે તારો પતિ ગઈ રાતના અમારા ઘરનો દરવાજો કેમ ખખડાવતો હતો તેમ કહેતા આરોપીની પત્નિ તથા માતાએ ફરીયાદિના પત્નિ તથા માતા સાથે બોલાચાલી ઝઘડો કરેલ હોય જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદિના પિતા મરણજનાર ચંદુભાઇ બાબુભાઇ અઘારીયા ઘર પાસે એકલા હોય ત્યારે માથામા ગંભીર ઇજા કરી તથા શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા કરી તેમજ બન્ને પગમા ઇજા કરી મોત નિપજાવ્યું હતું જેથી મૃતકના પુત્ર અરવિંદભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૬,૩૦૨, તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !