મોરબીમાં મુસ્તાક મીર હત્યા કેસમાં આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારનો નિર્દોષ છુટકારો.

Machhu news morbi
મોરબીમાં મુસ્તાક મીર હત્યા કેસમાં આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારનો નિર્દોષ છુટકારો

મોરબી કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો.

મોરબીમાં મુસ્તાક મીર હત્યા કેસમાં આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારનો નિર્દોષ છુટકારો
મોરબી કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યા..

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં હિસ્ટ્રીશીટર મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી જે હત્યા કેસ અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચાર આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે

 મોરબીના સુપર માર્કેટ સામે વર્ષ ૨૦૧૭ માં મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી ફાયરીંગ કરી કુખ્યાત મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા જે હત્યા અંગેનો કેસ મોરબી પ્રિન્સીપાલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષે દલીલો રજુ કરી હતી બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીઓ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ એમ ચારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી તમામને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !