મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાંથી દેશી તમંચા સાથે એક ઝડપાયો.
મોરબીના વિસીપરા મદીના સોસાયટી પાસેથી પોલીસે હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ હથિયારોના કેસ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા મદીના સોસાયટી સેવન સરકાર દુકાન સામે એક ઇસમ દેશી હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં સ્થળ પરથી આરોપી વસીમ અનવર માલાણી (ઉ.વ.૨૫) રહે કાંતિનગર મોરબી ૨ વાળો મળી આવ્યો હતો. જેની તલાશી લેતા આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ મળી આવ્યો હતો જેથી દેશી તમંચો પોલીસે કબજે લઈને આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.