મૉરબી નાં રફાળેશ્વર તળાવ માં નવાં પડેલ એક અજાણ્યા યુવાન નું મૃત્યુ.

Machhu news morbi
મૉરબી નાં રફાળેશ્વર પાસે આવેલ તળાવમાં નાવા પડેલ અજાણ્યા પરપ્રાંતિય યુવાન નું ડુબી જવાથી મોત.

મોરબી નજીક જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ તળાવમાં ડૂબી જતાં એક અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું છે. ફાયર વિભાગે મૃતદેહ કાઢી આગળની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ફાયર કંટ્રોલરૂમમાં સવારે 10:20 વાગ્યે કોલ મળેલ કે જુના રફાળેશ્વર રોડ ઉપર ડમ્પિંગ યાર્ડની સામે તળાવમાં કોઈ અજાણ માણસ ડૂબી ગયો છે. સાત કલાકની ભારે જહમત બાદ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ મૃતદેહની શોધખોળ કરી બહાર કાઢયો હતો. બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ માણસ તળાવની આજુબાજુના કારખાનામાં કામ કરતો અજાણ્યો માણસ હોય જેનું નામ કે વિગત જાણવા મળેલ નથી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !