વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ઈબાઈક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત, બાઇક ચાલકનું મોત..

Unknown
વાંકાનેર જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતાંએકઇબાઇકના ચાલકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ અકસ્માતના બનાવમાં બાઇક ચાલકનું ગંભીર ઈજાઓથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નેશનલ હાઇવે પર જીનપરા જકાતનાકા પાસે આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ સામેથી ઇ-બાઇક લઈને પસાર થતા સુરેશભાઈ થોભણભાઈ ધરોડીયા (ઉ.વ. 60, રહે. શિવપાર્ક, વાંકાનેર) નામના વૃદ્ધને અહીંથી  પસાર થતા એક ડમ્પર નં. GJ 36 X 5551 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરેશભાઈને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે...

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !