અમદાવાદથી મોરબી તરફ આવતા દારૂ-બીયર ભરેલ ટ્રેઇલર હળવદની મોરબી ચોકડી નજીક ઝડપાયું.

Machhu news morbi
અમદાવાદથી મોરબી તરફ આવતા દારૂ-બીયર ભરેલ ટ્રેઇલર હળવદની મોરબી ચોકડી નજીક ઝડપાયું.

હળવદની મોરબી ચોકડી નજીકથી પસાર થતા ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઇ જવામાં આવતા દારૂ અને બીયરના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ટ્રેઈલર આર જે જીઈ ૮૭૬૫ માં માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી મોરબી તરફ આવતો હોવાની બાતમીના આધારે હળવદ નજીક વોચ ગોઠવતા મોરબી ચોકડી નજીકથી ટ્રેઇલર પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૦૭ કીમત રૂ.૨,૫૨,૨૮૦ તથા બીયરના તીન નંગ – ૨૮૮ કીમત રૂ.૨૮૮૦૦ સાથે સીયારામ ઉર્ફે મુકેશ દીનારામ જાજડા રહે રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો દારૂ, બીયર અને ટ્રેઇલર સહીત કુલ મુદામાલ ૧૭,૮૮,૫૮૦ કબજે કરી વધુ તપાસ ચલાવી છે.મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ પી આઈ એમ પી પંડ્યા, પી એસ આઈ કે એચ ભોચીયા, પી એસ આઈ એસ આઈ પટેલ, સુરેશભાઈ હુંબલ, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂગસીયા સહિતની ટીમે કરેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !