લોકસભા ચૂંટણી અન્વયે ફરજરત અધિકારીઓ/કર્મચારીઓના આરોગ્યની દરકાર લેતું સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર

Machhu news morbi
*સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રની સરાહનીય પહેલ*

*લોકસભા ચૂંટણી અન્વયે ફરજરત અધિકારીઓ/કર્મચારીઓના આરોગ્યની દરકાર લેતું સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર*  
*દરેક વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે કલેકટર કચેરી ખાતે યોજાયો મેડીકલ કેમ્પ*
*જિલ્લા સમાહર્તા શ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટરશ્રી આર. કે. ઓઝા સહીતના વરિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓએ કરાવી આરોગ્ય તપાસ*

*મેડીકલ કેમ્પનો અંદાજે ૨૫૦ થી વધારે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ લાભ લીધો*

*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓના ઉચ્ચ ટીમ સ્પીરીટ અને ખૂબજ સારા સંકલનના કારણે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ચૂંટણી કામગીરીમાં ફરજરત તમામ અધિકારી/કર્મચારીશ્રીઓના આરોગ્યની દરકાર લઈને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર કચેરી, સભાખંડ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો અંદાજે ૨૫૦ થી વધારે અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ લાભ લીધો હતો.

આ કેમ્પની શરૂઆતમાં સૌપ્રથમ જિલ્લા સમાહર્તાશ્રી કે.સી. સંપટે હેલ્થ ચેકઅપ કરાવી ઉપસ્થિત સર્વેને ચૂંટણી દરમિયાન સુદ્રઢ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટરશ્રી આર. કે. ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.જી.ગોહિલ અને આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા અધિકારીઓ/કર્મચારીશ્રીઓને વિવિધ રીપોર્ટ જેવા કે બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, કીડની ટેસ્ટ, CBC, RBS, Lipid, ECG, S-GPT સહિતના જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. જરૂર જણાયે મેડીકલ કાઉન્સીલીંગ અને દવાઓ પણ સજેસ્ટ કરવામાં આવી હતી. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !